*ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને .....*
*આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે*
☘????????
*(૧૪૦) ખાટી આમલી*
આમલીના લાલ થી ભૂરા રંગનાં ફળને પણ આમલી જ કહેવામાં આવે છે. આ ફળ સ્વાદમાં ખુબજ ખાટાં હોય છે. આમલીનું વૃક્ષ સમયની સાથે ખુબ જ મોટું થઇ શકે છે. આમલીનાં પાંદડાં એક વૃતની બંન્ને તરફ નાની-નાની હારમાં લાગેલાં હોય છે. આ વૃક્ષના વંશ ટૈમેરિન્ડસમાં માત્ર એક પ્રજાતિ હોય છે.
*કાતરા*
આમલી પાચક અને પિત્ત વિકારો માટે રામબાણ ઔષધિ છે. ખાદ્ય પદાર્થ અને ઔષધિના રૂપમાં આમલીનો ઉપયોગ વર્ષોથી થતો રહ્યો છે. આમલીના ગુદા તરસ છીપાવનાર, રોચક, દાહશામક અને રક્તપિત્તનું શમન કરે છે. આમલીના ફૂલ સોજાને દૂર કરે છે. પિત્તજ્વરમાં કબજિયાત અને બળતરાને દૂર કરવા માટે આમલીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાકી આમલીનો મુરબ્બો બનાવીને ખાવાથી પાચનશક્તિ વધે છે.
?? *સોજો અને દર્દ - શરીરમાં કોઈ પ્રકારનો સોજો કે દર્દ હોય તો આમલીના રસનો લેપ કરવાથી આરામ મળે છે.*
?? *આંખ આવવી - આંખ આવે એટલે કે કંજંક્ટિવાઈટિસ પર આમલીના ફૂલને પીસીને આંખની ઉપર બાંધવાથી આરામ મળે છે.*
?? *ઘા - દાઝી જવાને કારણે ઘા થયો હોય તો આમલીના વૃક્ષની છાલનું બારીક ચૂર્ણ બનાવીને ઘા પર મીઠું તેલ લગાવીને આ ચૂર્ણને છાંટવાથી તરત જ ઘા ભરાઈ જશે.*
?? *મચકોડ - શરીરના કોઈપણ અંગમાં મચકોડ આવવાથી ઘણું દર્દ થાય છે. એનાથી રાહત મેળવવા માટે આમલીના પર્ણને પીસીને લેપ બનાવીને હૂંફાળો ગરમ કરી લો અને અસરકર્તા સ્થાન પર લગાવો. દર્દમાં આરામ મળશે અને મચકોડ પણ જલદી ઠીક થઈ જશે.*
?? *પાચન સંબંધી વિકાર - ભૂખ ઓછી લાગવાથી ભોજનની સાથે આમલીની ચટણી બનાવીને ખાવી જોઈએ. એનાથી ખૂલીને ભૂખ લાગે છે અને ભોજન આસાનીથી પચે છે. આમલીનું પન્નું બનાવીને તેમાં ખાંડ મેળવીને પીવાથી અરુચિ દૂર થાય છે.*
?? *ધાતુ વિકાર - ધાતુ સંબંધી રોગોમાં પણ આમલી લાભદાયક છે. એના માટે ૨૫૦ ગ્રામ આમલીના બીજને પાણીમાં નાખીને ઉકાળો. સારી રીતે બફાઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. પછી તેના છોતરાં કાઢી લો. એ પછી એને સારી રીતે પીસીને લુગદી બનાવી લો. એ લુગદીમાં ૨૫ ગ્રામ દેશી ઘી નાખીને ધીમી આંચે શેકો. પછી તેમાં સમાન માત્રામાં ખાંડ મેળવીને રાખી મૂકો. એને ૨-૫ ગ્રામની માત્રામાં સવાર-સાંજ દૂધની સાથે સેવન કરો. એનાથી ધાતુ સંબંધી બધાં જ વિકાર દૂર થઈ જાય છે. આ પૌષ્ટિક અને કામશક્તિવર્ધક છે.*