એક નાની બાળકીના બંને હાથમાં એક એક સફરજન હતું ...એની મમ્મીએ ખાલી પરીક્ષા લેવા સ્મિતભર્યા ચેહરે લાડથી પૂછ્યું : 'બાબુ, તારી પાસે બે સફરજન છે, એમાંથી એક મમ્માને આપીશ ?'
બાળકી એકાદ ક્ષણ મમ્મીના ચેહરાને તાકી રહી ને પછી અચાનક કાંઈ નિર્ણય લીધો હોય એમ એક સફરજનને બચકું ભર્યું ને પછી તરત બીજાને ...
આ હરકત જોઈને માતાજીના ચેહરા પરથી સ્મિત ગાયબ અને આઘાતના માર્યા ચેહરો લાલ થઇ ગયો ...બાબલીને ખિજવાવાની અણી પર હતી ને બાબલીએ એક સફરજન ધરતા કહ્યું : મામ્મા, આ ખા ...આ વધારે મીઠ્ઠું છે ...
દીકરીની આવી સમજણ જોઈને મમ્માનો ગુસ્સો સહર્ષ ઓગળી ગયો ...
વાતનો તંતુ એ કે :
© આપણે વડીલ હોઈએ કે અનુભવી ...જ્ઞાની હોઈએ કે ગમે એટલા હોશિયાર ...કોઈના કોઈ પણ પ્રકારના વર્તન માટે નિર્ણાયક બનતા પેહલા ક્ષણભર થોભી જાઓ ...
© બીજા શબ્દોમાં કહીએ તો સામેની વ્યક્તિને સ્પષ્ટતા કરવાની તક આપીને વધુ સારી સમજ કેળવવાનું વાતાવરણ સર્જાવું જોઈએ ...