ઘરમાં શોક વ્યાપક બન્યો. કાલે બપોરથી યુવાન ઊર્મિલાની આંખથી વહેતા આંસુ હજુ સૂકાયા ના હતા. અચાનક ઘર બહાર આર્મીવાન આવી. શહીદ કમાન્ડર સૂર્યપ્રતાપસિંહનો પાર્થિવ દેહ રાષ્ટ્રધ્વજમાં રાખી લવવામાં આવ્યો. આંસુ નીતરતી આંખે ઊર્મિલા પોતાના દોઢ વર્ષના પુત્રને તેના પિતાના દેહને સ્પર્શ કરવી મનોમન નિર્ધાર કરતા બોલી, "આજથી તમારો પુત્ર તમારી જેમ ભરતમાતાને સોંપ્યો..!" સમગ્ર વાતાવરણ નિઃશબ્દ બન્યું..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)
*મહેરબાની કરી લાઈક ના આપશો, પણ શહીદોને ભાવાંજલી આપશો.*