આકાશ
આકાશ સાક્ષી છે એ દરેક કૃત્યો નો,
જે આ ધરતી પર માનવ દ્વારા થાય છે...
આકાશની આંખો પણ ભીની થઈ જાય છે,
જ્યારે ધરતી પર માનવતા મરી પરવારે છે...
આકાશનું હૈયું પણ ખળભળી ઊઠે છે,
જ્યારે ધરતી પર નિર્દોષ ના જીવન હોમાય છે....
આકાશ વિજળીના ચમકારા થકી આક્રોશ બતાવે છે,
જ્યારે ધરતી પર માનવ , બની દાનવ બીજાનો ભક્ષક બને છે....
આકાશ પણ અગનગોળા વરસાવે છે
જ્યારે ધરતી પર દુશ્મનાવટ હદ વટાવે છે...
આકાશ માનવીને પોતાના અસીમ રૂપે શીખ આપે છે,
જ્યારે ધરતી પર સરહદ માટે નરસંહાર થાય છે...
ડો.સેજલ દેસાઈ
સુરત