"હવે તો તારા પપ્પા કેમ્પ પણ પહોંચી ગયા હશે...એમનો હમણાં કોલ આવશે હોં... મેં બહુ કહ્યું કે રોકાઈ જાઓને 14 ફેબ્રુઆરી મેરેજ એનિવર્સરી અને વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરીને જ જજો...પણ એમની વાત પણ સાચી...કન્ટ્રી ફર્સ્ટ...!" દોઢ વર્ષના બાળકને રમાડતી ઉર્મિલા બોલી. ટીવીના એક ન્યૂઝમાં તે નિશ્ચેતન થઈ પડી -- 'પુલવામાં આર્મીની બસ પર આતંકવાદી હુમલામાં 47 જવાન શહીદ, કમાન્ડર સૂર્યપ્રતાપસિંહ પણ શહીદ..!!'
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)
*પ્લીઝ આને લાઈક નહી, પણ શહીદોને ભાવાંજલી આપશો...!*