પ્રેમ એટલે એકબીજાંના વિસ્તરતા હ્રદયાકાશમાં સમેટાઈ જવું .
પ્રેમ એટલે નિ:શબ્દ બની અનિમેષ આંખે ભેજ બની નીતરી જવું .
પ્રેમ એટલે અંતરના ઊંડાણમાં ક્યાંક ઉગતી મુલાયમ કૂંપળનું ફોરવું .
પ્રેમ એટલે શ્રદ્ધાના અહેસાસ સાથે વિશ્વાસનાં મોતીનું પરોવાઈ જવું .
પ્રેમ એટલે બિનશરતી લાગણીનું ઝાકળ બની એકમેકને ભીંજવી જવું .
~Damyanti Ashani