આજકાલ લોકોને નવી નવી ને એક સ્ટાઇલીશ વાળ કપાવવાની ફેશન હોયછે અને એના માટે લોકો હજારો રુપિયા ખર્ચી નાખે છે પછી તે છોકરોઓ હોય કે છોકરીઓ, પણ દરેકને સારુ સારુ દેખાવુ ગમે...
એના માટે લોકો મોંઘા હેર સલુનમાં જતા હોય છે વાળંદ કલાક બે કલાક એસી રુમમાં બેસાડે ને સ્ટાઇલીશ વાળ કાપીને મોં માગ્યા પૈસા માગી લેતા હોયછે ને લોકો આમજ પૈસા આપતા પણ હોયછે.
ને આજે પણ ઘણા મધ્યમ વર્ગના લોકો હજી પણ ખુલ્લા રોડ ઉપર એક ખુરશી ને એક અરીસો લઇને બેસતા વાળંદ પાસે વાળ કપાવતા જ હોયછે જે દશ કે વીસ રુપિયામાં વાળંદો વાળ કાપતા હોયછે.
હમણાં થોડાક દિવસ ઉપર એક ફોરેનનર ભાઇ પોતાના વાળ કપાવવા અમદાવાદના કોઇ એક રોડ ઉપર બેઠો હતો વાળંદ વીસ રુપિયામાં કાપતો હતો જે તેનો ભાવ હતો ત્યારબાદ વાળ કપાઇ ગયા પછી પેલા ધોળીયાએ ખીસ્સામાંથી વીસ રુપિયાના બદલે પુરા અઠાવીસ હજાર વાળંદને આપી દીધા એટલે કે પૂરા ચારસો યુ એસ ડોલર..!
તમે જાણવા માંગતા હશો કે કેમ આટલા બધા રુપીયા આપ્યા! ચારસો ડોલર! કારણકે એટલા માટે આપ્યા કે પેલા ભાઈ યુટયુબના વિડીયો બનાવનાર હતા આખો વિડીયો તેના વાળ કાપવાનો બનાવ્યો હતો જે યુટયુબ ઉપર મુકવાથી તેને બીજા ઘણા બધા પૈસા મળવાના છે તે એ જાણતો જ હતો.
ટુંકમાં તે ભાઇ યુટયુબ વિડીયો મેકર હતા જે તે ખુશ થઇને જ પેલા વાળંદને અઠાયાવીસ હજાર રૂપિયા આપ્યા હતા.
કદાચ વાળંદને તો લોટરીની ટીકીટ જ લાગી ગઇ..
આને કહેવાય પારકે પૈસે દિવાળી નીકળી.