સ્મરણ
સ્મરણ આવે છે પપ્પા આજે તમારી બધી વાતોની,
જીવ્યા હતા સંગ જે પળો એની મધુર યાદોની..!!
કર્યા હતા પૂરા અમારા જે સપના એ સૌગતોની,
એના માટે આપ્યું જે બલિદાન એના પાછળ રહેલી એ તકલીફોની..!!
વૃક્ષ બનીને સહ્યા તમે જે તડકા છાયા એ મોસમોની,
તોય અમને ના આવવા દિધો જરાય અણસાર એ ત્યાગોની..!!
બની રહ્યા હંમેશા પ્રેરણામૂર્તિ એ પ્રોત્સાહનની,
અમારી ખુશીમાં છલકાઈ ઉઠતી બે આંખોની..!!
આજે ખાસ સ્મરણમાં આવે છે પપ્પા તમારી બહુમૂલ્ય હાજરીની,
જ્યારે આંગણે આવીને ઊભા છે બે મોટા અવસર એમાં પડતી તમારી ખોટની..!!
શેફાલી શાહ
આ રચના રસધારા ગ્રુપમાં બીજા નંબર માં વિજેતા રહી...