* એક યાદ એવી *
ચાંદ ને કહો કે આમ આથમ્યા ના કરે....
તમારાં ચહેરાં ને કહી દો
આમ સપનામાં આવ્યા ના કરે
ચાંદ ને કહો કે આમ આથમ્યા ના કરે....
તમારી સ્મિત ને કહો આમ સતાવ્યા ના કરે..
તમારી એ લટ ને કહી દો કે આમ
વારંવાર ગાલ પર આવ્યાં ના કરે..
ચાંદ ને કહો કે આમ આથમ્યા ના કરે....
તમારી સાથે ની મુલાકાત ની યાદ
ને કહી દો આમ તમારી સાથે વાતની
ની યાદ સતાવ્યા ના કરે
ચાંદ ને કહો કે આમ આથમ્યા ના કરે....
તમારી પાસે જે વાતો કરતી વખતે
એક નાનકડી યાદ ને કહી દો
આમ સતાવ્યા ના કરે
ચાંદ ને કહો કે આમ આથમ્યા ના કરે....
તારી સાથે ના એ સફર ની યાદ
ને કહો દો આમ સતાવ્યા નાં કરે
ચાંદ ને કહો કે આમ આથમ્યા ના કરે....
તારી સાથે એ સબંધની યાદ ને
કહી દો આમ સતાવ્યા ના કરે
ચાંદ ને કહો કે આમ આથમ્યા ના કરે....
તારી આંખનો અફીણી ને
કહો કે આમ જોયા ના કરે
ચાંદ ને કહો કે આમ આથમ્યા ના કરે....
✍*મનિષ ઠાકોર*