પ્રપોઝ ડે સ્પેશીયલ ......???
અરે ચાલ ને આપણે મળીએ આપણી જગ્યા એ
કંઈક તુ બોલજે ને કહીક હું નહીં તો આંખો ની ભાષા તો છે........
ને આજે તો પ્રેમ નો એકરાર કરવાનો દિવસ છે,
ચાલ ને આપણે આપણી પ્રેમ ને થોડો આગળ વધારી એ.......
જોજે હા જલ્દી કરજે મોડું ન થાય.
ચાલ ને આપણે જીવન ની મુસાફરી કરીએ સાથે,જોજે આપણા જોવા નો
દિવસ છેલ્લો ન ચાલને આપણે જલ્દી મળીએ .....
આજે ચાલ ને જોઈએ કોના માં તાકાત છે,
પહેલા દિલ ની વાત કહેવાની, પ્રેમભર્યા સપનાં
સજાઇ ચાલ ને આપણી જગ્યા એ.........
ચાલ ને જોઇએ કે કોણ
પહેલાં પોતાની વાત કરે છે,
ચાલ ને આપણે પ્રેમના રસ્તા
પર ચાલવાની શરુઆત તો કરીએ,
ચાલ ને આપણે મળી એ આપણી જગ્યા એ.....
રસ્તા ની સફર તો બહુ સારી છે,
તુ આવીશ ને તો સફર
મારી કંઈક અલગ હશે,
ચાલ જોઈએ કોણ પહેલાં કોણ કોને
પ્રેમ ની વાત કરે છે, ચાલ ને મળીએ આપણે આપણી જગ્યા એ......
આ સફર માં તો જેટલા ઉતરી
એ એટલી મજા છે,પણ
આપણે સમજી તો લઈ એ
પ્રેમ ની વ્યાખ્યા,
ચાલ ને આપણે મળી
એ આપણી જગ્યા એ
જીવનભર સાથ ન મળે તો કંઇ નહીં
થોડી ક્ષણ માં તો પ્રેમભરી
ગુફતુગુ કરી લઈએ,ચાલ ને
મળી એ આપણીજગ્યા એ
વચનો માં બંધાઇએ ચાલ ને મારે તો તને
એવો પ્રેમ કરવો છે, કે લોકો ઘરે ઘરે
આપણા પ્રેમ ના દાખલા આપે..
ચાલ ને આપણે મળી એ આપણી જગ્યા એ......
આપણે પ્રેમી પંખી બની ને ઉડી જઈએ,
ખુલ્લા આકાશ માં , જોજે કોઈ શિકારી
આપણા જોડા ને અલગ ન કરે ચાલ ને આપણે મળી એ આપણી જગ્યા એ......
શૈમી ઓઝા......