"તારા બાપ પર મોટુંમસ દેવું...અને આ છોકરો, ભલે ત્રીજી વાર પરણતો હોય અને જરા મગજથી એમ....પણ એન.આર.આઈ. અને યુ.એસ.સીટીઝન....તારી પાછળ અમારા બધાની જિંદગી પણ....નહીંતો આમ પણ કાલે પાક માટે લાવેલી દવા તો..." માના અધૂરા છોડી ગયેલા શબ્દો શલ્યાના કાળજે કોરાયા, વિદ્યુતનો સતત આવતો ફોન સ્વીચ ઑફ કરી શલ્યાએ વિદેશી પાનેતર ઓઢયું..! પથ્થર બની શલ્યા જીવનભરના ઝેરનાં ઘૂંટ પી ગઇ..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)