ગુનાહ 
  
     ગુનાહ તું આજે એક કરી જ લે....
     મન ભરી તું જીવી જ લે...
     ડર ને તું આજ છોડી દે..
     એક વાર બસ એક વાર મળી જ લે...
     પ્રેમિકાનું એ ઓઢણ તું ઓઢી જ લે...
     આ સપનું તું આજે જીવી લે... 
     ઘડી ને તું આજ ભૂલી જા...
     સાંજ ને તું બસ માણી જ લે...
  
     રોકવાની તું મન ને એમ કોશિશ નાં કર...
      મન ભરી તું આજ વર્ષી જ લે...
     ગુનાહ તું આજે એક કરી જ લે...