ટ્રેન માં મુસાફરી ની પણ એક મઝા છે .....
મઝા છે...યાર...
ટ્રેન ની મુસાફરી ની પણ એક મઝા છે...
મઝા છે ધક્કા મુક્કી કરી ને ચડવા ની
અને રૂમાલ ફેંકી જગ્યા રોકવાની..
મઝા છે યાર..
ટ્રેન ની મુસાફરી ની પણ એક મઝા છે...
મારી સીટ ને મારી જગ્યા...
એમાંય આવ્યા જો કોઈ વૃધ્ધ તો
હસી ને ઊભા થવાની
મઝા છે યાર..
ટ્રેન ની મુસાફરી ની પણ એક મઝા છે..
મસ્ત ટીંગાય રહેવા નું
ને એક બીજા ને ધકકા મારવા નું
એમાંય જો સામે ઊભેલું વ્યક્તિ જો એકાદ બે વાર
એકબીજાને જોય લે તો સમજો
મુસાફરી આરામદાયક છે..
ને પછી....
વારે વારે એકબીજાને જોવા ની
મઝા છે યાર
ટ્રેન માં મુસાફરી ની પણ એક મઝા છે..
કયાં સ્ટેશન આવી જાય ખબરે ના પડે..
એને એવા માં જો ટીટી આવે
અને આપણી પાસે ટીકીટ ના હોય
ને સામે વાળા આપણા પર હસે
એ સ્મિત જોવા ની પણ
મઝા છે યાર.
ટ્રેન ની મુસાફરી ની પણ એક મઝા છે...
એ નાના છોકરા ઓ નો રડવા નો અવાજ..
એને શાંત કરાવવા એની મમ્મી નું કાના ફાટી જાય
એવું સૂર તાલ લય વગર નું ગવાતું ગીત...
અને એના થી પણ કંઈ મેળ ના પડે તો
પેપર વાંચતા એના પપ્પા નું આવી બને
એ જોવાની પણ
મજા છે યાર
ટ્રેન ની મુસાફરી ની પણ એક મઝા છે ...
એ સીંગ વાળા ની ,ભેલ વાળા ની
જોર જોર માં બૂમો...એ પણ
કર્કશ અવાજમાં એની પણ
મઝા છે યાર
ટ્રેન માં મુસાફરી ની પણ એક મઝા છે
બારી બહાર જોતાં
કોઈની યાદ માં ગીત ગાવા
એ પણ
મઝા છે યાર
ટ્રેન ની મુસાફરી ની પણ એક મઝા છે..
કોઈ સ્ટેશન પર રાહ જોતું હશે
એ રોમાંચ ની પણ
મઝા છે યાર
ટ્રેન ની મુસાફરી ની પણ એક મઝા છે..
કુંજદીપ...