"બેટા, લો આ બંનેને મિલકત લખી આપી, હવે તો ખુશ ને?" સાંઠી વટાવી ચૂકેલા કમળાબા મામલતદાર કચેરી બહાર નીકળતા બોલ્યા.
"હા બા, તમે બહુ સારા છો..." મોબાઈલમાં જોતા જોતા મોટો દીકરો બોલ્યો.
"હવે હું કોને ત્યાં રહેવા..." બાના અધૂરા શબ્દો સાંભળ્યા ના સાંભળ્યા કર્યા.
"બા, મારે અત્યારે બહારગામ જવાનું છે, તો તમે નાનકાને ત્યાં જ..."
"અરે ભાઈ, મારે પણ આજે બહાર જ કામ છે"
બેવ દીકરાના અધૂરા જવાબમાં જ સમજી ગયેલા બા બોલ્યા, "કોઈ વાંધો નહીં, હું હમણાં મારી બહેનને 'સ્પંદન વૃદ્ધાશ્રમ' માં મળી આવીશ.
દીકરાને મિલકત વહેંચી ઘરવિહોણી બનેલી બા ભીંજાયેલા આંખ લૂછી ચાલતી થઈ..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)