સુકાયા નદી તળાવના નીર
પડ્યો તો ભયંકર દુષ્કાળ,
બાપની જોને વેદનાઓ વધી
દિકરી સાસરે કેમ વળાવી ?
કરીયાવર નામે દહેજની દાઝ
જગની રીતે શોભવી લાજ,
નથી હવે કોઈ મૂડી ખાસ
દિકરી જછે એક મૂડી સાચ,
બાપની પીડા આંસૂના ભોગે
ના રચે મહેન્દી દિકરી હાથે,
સમજાવી શકાય વાત સમાજને
દુલ્હનને દહેજનો રાક્ષસના ભરખે.
- નિમુ ચૌહાણ..સાંજ