શિર્ષક " વણઝાર "
લઈને વણઝાર શબ્દોની ચાલી નીકળ્યો છું,
ફિકર નથી હવે આ દુન્વયી વ્યવહાર ની....
લઈને વણઝાર લાગણીઓની ચાલી નીકળ્યો છું,
જરૂર નથી હવે કોઈ જૂઠાં સંબંધો ની.....
લઈને વણઝાર પ્રેમની ચાલી નીકળ્યો છું,
દરકાર નથી હવે કોઈ ભ્રમિત મોહ ની.....
લઈને વણઝાર સંબંધો ની ચાલી નીકળ્યો છું,
તૈયારી નથી હવે કોઈ નવા બંધનની.....
ડો.સેજલ દેસાઈ
સુરત?