ત્રિરંગામા લાશ લપેટી આવે જે શહીદ જવાન
પ્રજાસત્તાક ભારતમા છેએ પણ હિસ્સેદાર
ભુલીને નાતજાત ખડેપગ રહે સરહદ પર તૈનાત
ના ભુલી શકાય એ વીર જવાનોની દાસ્તાન,
દેશભક્તિના રંગે રંગાઈ છોડીને ઘર પરીવાર
માતૃભુમીનુ ઋણ ચુકવવા આખરી શ્વાસે લડી જાય,
પરમવીર ચક્ર અર્પી એક દિન શહાદત વખાણી
સુખેથી સુઈ જાયએ રાજકારણના નેતાજી,
નથી ખાસ માન સન્માન માંગતા એ શહીદ જવાન
દેશની શાનમા ન્યોછાવર કરી દેછે ખૂદની જાન,
રાષ્ટધ્વજની આન બાન છે સૌવ સૈનિક જવાન
સામી છાતીએ ગોળી ખાઈ છે દેશની સુરક્ષા કાજ.
- નિમુ ચૌહાણ..સાંજ