ખોબો લઈને ઊભી છું. શાને નીરખે તું,જો ને શું છે તું;
સુગંધ લઈ ને ઊભી છું. શાને નીરખે તું, જો ને તુંય;
લાગણીઓ લઈને ઊભી છું.લેને થોડી તુંય;
શમણું લઈ ને ઊભી છું.જો ને શું છે તુંય;
શ્વાસ લઈને ઊભી છું. શાને નીરખે તું, જો ને એય તુંય;
સારસ બની ઊભી છું. શાને નિરખે તું, બેલડી બન ને તુંય;
સવાલ લઈને ઊભી છું, શાને નીરખે તું,આપને જવાબ તુંય;
વિશ્વાસ પામવા ઊભી છું,શાને નીરખે તું,કરાવને થોડો તુંય;
સ્તબ્ધ બની ઊભી છું, શાને નીરખે તું,જનજોડને તું;
ગીત લઈને ઊભી છું,શાને નીરખે તું,તાલ બન ને તું;
નિઃશબ્દ બની ઊભી છું,શાને નીરખે તું શબ્દ બન ને તું;
બેસ્વાદ બની ઊભી છું, સ્વાદ બન ને તું;
ચેહરા પર સ્મિત લેવા ઊભી છે, તું સ્મિત આપને થોડું;
વ્હાલ લેવા ઊભી છું, વ્હાલ નો દરિયો બન ને તું;