ઝાકળ બૂંદ જેવુ કંઈક આંખોમા અંજાઈ છે
જ્યારે તારી યાદોનો ઘેરાવો ચોમેર સર્જાઈ છે,
ધૂન્ધળાહટ કેવી દૂર દૂર સડકો પર દેખાઈ છે
એમ આંખોમા બસ તારી છબી ઓઝલ વર્તાઈ છે,
પર્ણો પર મોતી સમ ઝાકળ બૂંદ આબેહૂબ છવાઈ છે
ગઝલ થકી કાગળ પર તારુ જ નામ કંડાળાઈ છે,
વાદળ અદ્રશ્ય બની છુપૂ ઝાકળ રુપે રડી જાય છે
એમ હૃદય મહી કંઈક લાગણીઓ મરણને વરી જાય છે,
ફેલાઈ રવિ પ્રકાશને ઝાકળ પંખ લગાવી ઉડી જાય છે,
નથી એવો કોઈ રવિ પ્રકાશ સનમ તૂજને "સાંજ"મા સમાવી જાય ?
- નિમુ ચૌહાણ..સાંજ