વેદના
તારાં શબ્દોના અર્થ શોધવા ફરું છું;
દિલમાં ઉઠતી વેદનાને ડામવા મથું છું !
તારાં ચહેરાનાં હાવભાવ ને ખાળવા ચાહું છું;
વેદના તું શાને છુપાવે એ વિચારી દુઃખી છું !
તારી આંખોમાં છૂપો ગુસ્સો દૂર કરવા ઈચ્છું છું;
તારી વેદનાને બહાર લાવવા કોશિશ કરું છું !
તારા એકલતામાં તને સાથ આપવા ચાહું છું;
આપણી વેદના બળીને ભસ્મ થાય એવું પ્રાર્થું છું !
ડો.સેજલ દેસાઈ
સુરત ?