આપણા સંગમાં...
રાધા... કૃષ્ણમાં પોતાનો અનરાધાર વિશ્વાસ જગાવતી ગઈ,
સંગમ વિહ્વળતા પણ આપે છે એ વાત સમજાવતી ગઈ,
છતાં કૃષ્ણ પર પ્રેમ વરસાવતી રહી..!!
નદી... સાગરમાં ભળી ખારાશ પોતાનામાં સમાવતી ગઈ,
સંગમ હમેશાં મીઠો નથી હોતો એ વાત સમજાવતી ગઈ,
છતાં સાગર પર પ્રેમ વરસાવતી રહી...!!
ફુલ... ભમરાના મિલનમાં પોતાની સુવાસ, રસ ખોરવતું ગયું,
આ સંગમ થકીજ નવજીવન માટે ફલિત થવાશે એ વાત સમજાવતું ગયું,
છતાં ભમરા પર પ્રેમ વરસાવતું રહ્યું...
"તું" મારામાં તારું અસ્તિત્વ સહજ રીતે ઓગાળતી ગઈ,
આપણા આ સંગમાં તડકા છાયા મળશે એ વાત સમજાવતી ગઈ,
છતાં મારા પર પ્રેમ વરસાવતી રહી...!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...