રુપ તમારું રંણકે ( કવિતા )
..................................
હેંડતા અલ્લડતાએ સોળે ઝાંઝર તમારી ઝણકે,
અંહતહીંને અડે આંગળી રુપ તમારું રણકે,
અફીણ કસુંબલ વૈશાખી વાયરે દીઠી તને તરસે
બન્યો જોગી સ્નેહ તણો વંટોળમાં એ ફરકે
અંહીતહીંને અડે આંગળી રુપ તમારું રણકે,
સજી સોળે શ્રુગાર શ્રુગાર વગડાની વાટું હરખે,
આંજેલ કાજળ ભરી સાંવલી આંખું મલકે.
ઝૂલ્યા ઝુમ્મર કાને બળતા બપોરે વલખે
કરમાતા કેશ ગુફફામાં મોઘરો લજવાયો તડકે,
અંહીતહીંને અડે આંગળી રુપ તમારું રણકે,
હાલે ડોલે નાચે કાળી નાગણ સરીંખો અંબોડો,
થયું ભસ્મીભૂત ઘૂમાન સૂર્યનું તુજ લટો જ્યાં ચળકે,
નમણાં નાકની નથણીને નાજુક નમણો નજરૂનો ઉલ્લાંળો,
નિરખી નર- નારી નિજને નેણ નેવે સલકે,
અંહીતહીંને અડે આંગળી રુપ તમારું રંણકે.
લાલ લચક લછિકી લલીત લાલી લોભામણી,
લજ્જામાં લજવાણી લજ્જાતી હોઠોની ફરતે,.
ઘેરીંલી ઘાઘરી ઘમ્મર ઘરેણાંના ઘેનમાં મલકે,
થયો રાખ ગ્રીષ્મ ક્ષણમાં એની જુવાનીના ભડકે,
અંહીતહીંને અડે આંગળી રુપ તમારું રંણકે.
..........ભમરો.........