જીવનમાં કયારેય કોઇની નકલ કરવી ના જોઇએ કોણ કેવી રીતે જીવે છે તે તેનો પ્રોબ્લમ છે પણ આપણે જીવન કેવી રીતે જીવવાનું એ આપણે નક્કી કરવાનું હોયછે ભગવાને આપણને દરેક અંગો આપેલાછે તો આપણા પોતાના અંગોનો જ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ.
આજે દરેક લોકો એક બીજાની નકલો કરતા હોયછે ને પછી તેઓ પોતાનું ઉંચુ નામ ને ઉચી જાત બતાવી દેતા હોયછે તે યોગ્ય નથી આપણી પાસે ઘણી આવડત હોયછે આપણે સારુ વિચારી શકીએ છીએ તો પછી કેમ આપણે કોઇની નકલ કરવી પડે! ખરેખર એ વ્યાજબી તો નથી જ...જેમકે આજે દરેક ચીજમાં નકલ થાયછે જેવી કે
ખાવાની ચીજો હોય, પીવાની ચીજો હોય કે પહેરવેશની ચીજો હોય વગેરે..
આપણે હોશિયાર છીએ આપણે આપણી તાકાતથી આપણી શક્તિથી આપણા વિચારોથી આપણે મક્કમ બનીને પોતે જાતે કંઇક અલગથી ભલે ખોટું કે ખરું બનાવવાનો એક સારો વિચાર કરવો જોઈએ.
સાચી આવડત તો એને જ કહેવાય કે વ્યકતીના પોતાના જ મગજમાંથી નીકળતા અલગ અલગ શબ્દો હોય..ને પછી તે કોઇ કવિતા બને, કે કોઇ લેખ, બને કે કોઇ શાયરી બને, અથવા તો કોઇ નિબંધ બને, બસ આજ એક સાચી ને પોતાની ખરી આવડત કહી કે ગણી શકાય.
Good Night...