"ડેડ, મારે ઓફિસે જવા મોડું થાય છે, ઉતાવળ કરો ને....અને હા, મોમનો ફોટો પણ તમારી બેગમાં મૂકાવી દીધો છે....અહીં તમારા જેવા ઘણા એજેડ ફ્રેન્ડ્સ પણ મળશે...અને હું પણ કોઈ કોઈ વાર મળવા આવતો રહીશ ને..!" ગાડીમાંથી નીચે ઉતરી ભારે પગલે વૃદ્ધ કરસનદાસ 'ઓલ્ડ હોમ' વૃદ્ધાશ્રમ તરફ ચાલ્યા, એકમાત્ર પુત્ર શ્રવણની ગાડી ધૂળ ઉડાડતી ચાલી ગઇ..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)