રસ્તાની એક તરફ ગંધાતા ઝૂપડામાં સૂઇ રહેલી બિમાર વૃદ્ધા બહાર કપાયેલા પતંગ પકડવા દોટ મૂકતા બાળકોને જોઈ ચીસ પાડી ઊઠી... ગયા વર્ષે છેલ્લીવાર એકમાત્ર પૌત્રને આમ પતંગ પકડવા દોટ મૂકતો જોયો હતો...છેલ્લો આધાર પણ ક્યાંય....!!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)