શુ કહું તને?
સખી કહું તને કે, કહું મારી સહેલી!
મળી તું જ્યારથી, હિંમત મળી મોટી!
સખી કહું તને કે, કહું મારી બેની!
મળી તું જયારથી, સલાહ મળી સાચી!
સખી કહું તને કે, કહું મારી ગુરુ!
મળી તું જ્યારથી, સમજણ મળી વધુ!
સખી કહું તને કે, કહું મારી સારથી!
મળી તું જ્યારથી, મંઝિલ મળી મનગમતી!
અંતે,
સખી કહું તને કે, કહું મારુ જીવન!
મળી તું જયારથી, જીવન બન્યું ઉપવન!