હા , આપું જ છું સંક્ષિપ્તમાં....
જવાબો જે સિલેબસમાં છે તે મુજબ
પણ , તું સવાર પડે ને પૂછે એવું કે મંડે શ્વાસ રૂંધાવા ....
બધું જ સિલેબસ બહારનું .....
તું તારે પૂછ્યા કર ને !?
હું કાંઈ ઠોઠ નથી .....
ને હોશિયાર હોવાની યે હઠ નથી !
બધું આવડવું જ જોઈએ એવી હોડ ખરી ....
એટલે જ .....
વહેલી સવારે નિકળું છું જવાબની શોધમાં
જવાબે ય મળે હો....
પણ...કડકડતી ઠંડીમાં ઠરીને ઠીકરું થઈ ગયો હોય
ને દઉં તડકો તો રેલાઈ જાય .....
હાથમાં ન આવે !
એટલે કહું છું .....
જરાક.... મનને તું થવા દે પગભર!
એવો વિચાર આવ્યો મને ક્ષણભર
પછી જોજે ને ....
બધા જવાબ આપીશ હું પળભર....