"ઓણ સાલ આ ત્રીજું વરહ પણ કોરું જ ગ્યું... પોર ઢબુડીના લગન તો લખા વાણિયા પાંહે ખેતર મૂકીને માંડ પતાવ્યું....પણ હવે તો ઇની ઉઘરાણી પણ બવ થઈ....કાલે રાતે તો ઇ લખો બહુ બોલી ગ્યો... ખેતર ખોરડા કાંઈ પાછું વળાય ઇમ તો નથ લાગતું...બસ હવે તો...." વિચારતા ઘરડા રામજીએ ખૂણે પડેલી દવાની બોટલ હાથમાં લીધી...તે બોટલ તેના બધા દુઃખ ગળી ગઈ..!