પતંગ
આકાશને આંબવા ની અભિલાષા એને ;
દોરી સંગાથે ઉડતો પતંગ !
ઊંચે ઊંચે ઉડવાની મહેચ્છા એને;
પવનને બાથમાં લેતો પતંગ !
નહીં બીજાં પતંગ થકી ડર એને ;
નિજ મસ્તી માં રહેતો પતંગ !
બનાવો રંગીન કે શ્ચેત શ્યામ એને;
જીવનમાં આપણા,નવા રંગ ભરતો પતંગ !
લગાવી પેચ છો 'ને દો કપાવી એને ;
પરંતુ હાર જીત થી પર છે પતંગ !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?