રાત્રી ના વહેતા સ્વપનમાંથી ભવિષ્ય નું અણસાર પામું
તો પણ
મારા વર્તમાન ને દરકાર ક્યાં છે?
હાથ ની રેખા માં આવે જો વાચા
તો પણ
મારી મહેનત ને કાન ક્યાં છે?
આવે જો સામે બારણે મંજિલ
તો પણ
મારા સફર ને વિસામો ક્યાં છે?
વસે જો આંખ માં આવી ને મૃત્યુ
તો પણ
મારા જીવન ને જીવન થી પ્રેમ ક્યાં છે?
હું હતો,હું છું ને હું રહીશ
પણ
મને મારી જરૂર ક્યાં છે?
#Ashish