યાદોં , વાતો , નારાજગી , ભૂલો ,
કેટલું સમાયું છે આ દિલમા ,
ક્યાં સુધી રાખીશું આ દિલમાં ! !
ચાલને ફરી નવી શરૂઆત કરીએ નવા વર્ષમાં ,
નાની આંખોમા નવા શમણાં સજાવીએ ,
ચાલને ફરી નવી શરૂઆત કરીએ જુની આપવતી ભૂલી ,
દિલમાં કેટલા જખ્મોં છે હિસાબ નથી કોઈ કર્યા ,
ચાલને ફરી નવી શરૂઆત કરીએ જખ્મોંના મલમ બનીને .
નાની આવી જિંદગીમાં ક્યાં સુધી નારાજગી રાખીશું ,
ચલાને ફરી નવી શરૂઆત કરીએ એકબીજાના શ્વાસ બની ,
નવા સંકલ્પો , નવી ઉમંગ , નવા સપનાં , નવા શ્વાસો ,
નવા વિશ્વાસ સાથે ,
ચાલને ફરી નવી શરૂઆત કરીએ હારને જીતવાની કોશિશ કરીએ.