*આરદા...*
શબ્દો મારા છે ને વિચાર પણ મારા છે,
તો લખાઈ જે કવિતા એય મારી જ છે.
નાહક વિચારોથી ના ખુદને ભ્રમિત કરો,
વિચાર માત્ર આ વાતો કાલ્પનિક જ છે.
નથી હું તમને ઓળખતો કે ના તમે મને,
તો આમ માની લેવું તમારું મિથ્યા જ છે.
પ્રેમ, દર્દ, દીકરી ને સ્ત્રી, વિષય છે મારા,
મળી જાય વિચાર સૌ જોડે શક્ય જ છે.
બનતી ઘટના તો ક્યાંક હકીકત લખું છું,
મારીય નથી વાત બસ આમજ લખું છું.
ના સરખાવો ખુદથી, બસ આનંદ માણો,
લખતો રહું આમજ, દુઆ આપની જ છે.
વાંચતા રહો, આમજ પસંદ કરતા રહો,
આ કલમની આરદા તમને એટલીજ છે.
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*