#AJ
શેનું છે અભિમાન મરદ તને
હા ! શેનું છે અભિમાન....!
શાને અવગણે તું નારને આ,
કેવો અહમ્ તારો ભારી....!
તું હશે એના થકી, એ નહિ,
તો કેવી છે આ અકડાઈ...!
ચાલ બને તો છોડી બતાવને,
વગર એના રહી બતાવને...!
અસ્ત વ્યસ્ત ને ભ્રષ્ટ થશે તું,
ના કરને તું આમ નાદાની...!
આપ મોકો એનેય વધવાનો,
છોડી દે શક ની બીમારી....!
વધી જાય આગળ તોય શું?
કર ગુમાન એ નાર તારી....!
છીનવી હક શું ખુશ રાખીશ!
આ તે કેવી ભલમનસાઈ....!
આંશુ એ એના છુપાવી લેશે,
વાત તારી પણ માની લેશે...!
બતાવશે એ એનીય ઉદારી !
પણ તારી શું સમજદારી....!
શેનું છે અભિમાન મરદ તને
હા ! શેનું છે અભિમાન....!
મિલન લાડ. વલસાડ.