કિસાન દિવસ..
મારી એક કવિતા
    #પદ્ધતિથી  ખેતી 
જરા પદ્ધતિથી ખેતી કરો કૃષિ, 
  સમૃદ્ધ થઈ જશે .
વિદેશી દવા ખાતર નાખશો તો ,
ખેતર ખરાબ થઈ જશે .
ખેતીના કર્મ માટે ખેડૂત બન્યો છે.
 ખેતીકામ છોડવાથી યશ કોને મળ્યો છે.
 જગતના તાત નું બિરુદ શોભાવી ખેતી કરો ,
  ખેતરો બદલાઈ જશે. 
              જરા પદ્ધતિથી .....
 સેન્દ્રીય ખાતર છે ઘરનું અણમોલ,
 ગૌમુત્ર આપશે દવાનું કામ .
               જરા પદ્ધતિથી ......
વનવાસી કહે છે સજીવ ખેતી અપનાવો .
આપ સફળતાનો વિશ્વાસ ધરીને 
  જૈવિક ખેતી કરો......
                 - રાજેશ બારૈયા "વનવાસી"