શબ્દોની રમત
શબ્દોની રમતમાં અટવાતી
આ જીંદગી...!
આમ જ, ચગડોળે ચડતી
આ જીંદગી...!
ક્યારેક લાગે મધ મીઠા તો
ક્યારેક હળાહળ ઝેર...!
ક્યારેક બતાવે લાગણી અપાર તો
ક્યારેક કાળજે કટાર...!
ક્યારેક આપતા આશ્વાસન તો
ક્યારેક અસ્વસ્થ કરતા...!
ક્યારેક કરે સ્વર્ગમાં વિહરતા તો
ક્યારેક નર્ક સમ પીડતા...!
શબ્દોની આ મોહ નગરીમાં
આપણે સૌ અટવાતા...!
તોય આ શબ્દોની માયાજાળમાં
આપણે રાચતા રહેતા...!