આજે એ દોસ્તો યાદ આવે છે,
જેની સાથે હું દિલ ખોલીને રમતી હતી.
એક એક હીરો હિરોઇનોના ફોટા માટે લડતી,
બાકસની છાપ બનાવી ઉપરા છાપરી જીતતી હતી
ક્યારેક થપ્પો કહીને એના વાંસામાં એક ગુમ્બો જડી દેતી...
પગથિયાં રમતાં ઘર બનાવતી,
તો કોડીઓના દાવ માટે અંચઈ કરતી હતી,
લખોટી નહિ મોટા લખોટા ભેગા કરતી હું
પિન્કી પિન્કી કયો કલર પૂછતી હતી...
મારા નાસ્તાના બચેલા હિસ્સામાં એનો ભાગ હોતો
જેના ઘરે હું ગમે ત્યારે દોડી જઈ શકતી..!
આ ફેસબુકની વિશાળ દુનિયામાં ક્યાંય જડશે મને
મારા એ ખોવાયેલા એ સાચા દોસ્તો...!
નિયતી કાપડિયા.