જેને હક સંપૂર્ણ બસ આરામ કરવાનો હતો.
એમનાં પર શ્રાપ કાયમ કામ કરવાનો હતો.
જીંદગીભર એટલે ગુમનામ થઈને રહી ગયો.
બાપને લાગ્યું 'તુ દિકરો નામ કરવાનો હતો.
આ જરૂરત કોઈને બુઢ્ઢો થવા દેતી નથી.
એટલો ઉપકાર કાયમ કામ કરવાનો હતો.
એક પળ પણ થાકવું પોસાય એને કઇ રીતે?
જાત સાથે જેમને સંગ્રામ કરવાનો હતો.
આંચકી લીધી ભલે 'મહેબૂબ' મારી જીંદગી.
હું અમસ્તો એય તારા નામ કરવાનો હતો.
મહેબૂબ સોનાલીયા