ગીતા (મોક્ષ પ્રાપ્તિનો માર્ગ)
પાર્થ જ્યારે વ્યાકુળ થયો
સ્વજનો જોઈ યુદ્ધ મેદાનમાં..!!
ધર્મ રક્ષા કાજે શ્રી કૃષ્ણ
સાથે આવ્યા યુદ્ધ મેદાનમાં..!!
હે પાર્થ વિચલિત ના થઈશ
આમ આજે આ યુદ્ધ મેદાનમાં..!!
તું તારો ધર્મ નિભાવી મોક્ષનો
હકદાર બન આ યુદ્ધ મેદાનમાં..!!
ધર્મ રક્ષા કાજે શ્રી કૃષ્ણ મુખેથી
ગીતાજી સર્જાયા આ યુદ્ધ મેદાનમાં..!!
ગીતાજીને સમજી પાર્થ થયો તૈયાર
ધર્મ યુદ્ધ લડવા આ યુદ્ધ મેદાનમાં..!!
ગીતાજીના પઠનનો એ તહેવાર હતો
માગશર સુદ એકાદશી નો વાર હતો..!!
ગીતાસાર થી પાર્થ બન્યો મોક્ષ નો હકદાર
માટે કહેવાયો મોક્ષદા એકાદશીનો તહેવાર..!!
આમ મોક્ષદા એકાદશીના તહેવારે
જે કરે ગીતાજીનું સ્મરણ વાંચન..!!
મોક્ષ પ્રાપ્તિનો હકદાર બને,
સાત પેઢી તારી સંસ્કાર સિંચન કરે..!!
*****
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...