ધિક્કાર છે એ પ્રજાને જે માત્ર અધિકારની વાત કરે..!!
પોતાની ફરજ અદા કરી દેશ માટે એ કામ કેમ ના કરે..!?
ધિક્કાર છે એ પ્રજા પ્રતિનિધિને જે અધિકારનો દુરુપયોગ કરે..!!
પોતાની ક્ષમતાથી એ દેશ માટે કાંઈક અવનવું કેમ ના કરે..!?
ધિક્કાર છે એ પોલીસને જે મળેલા અધિકારથી લોકોની લૂંટ કરે..!!
પોતાના કર્તવ્યથી એ સમાજ ને સમર્પિત થઈ કાર્ય કેમ ના કરે..!?
ધિક્કાર છે એ સરકારી અધિકારીઓને જે ભ્રષ્ટાચાર કરે..!!
પોતાની આવડતથી એ સમાજ કલ્યાણ કેમ ના કરે..!?
ચાલો તો અધિકારનો આપણે સૌ સમાજ કલ્યાણમાં ઉપયોગ કરીએ..!!
સમાજ કલ્યાણ થકી દેશને સમર્પિત થઈ દેશ માટે જીવીએ મરીએ..!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...