અધિકાર
ક્યારેય સાંભળ્યું નદી એ માંગ્યો કોઈ અધિકાર પર્વત જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર માવતર જોડે..!!
એ તો બસ જન્મથી માંડીને મરણ સુધી વ્હાલના વાવેતર જ કરે જાય છે..!!
ક્યારેય સાંભળ્યું કે ઝાંકળે માંગ્યો કોઈ અધિકાર પુષ્પ જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી અધિકાર એના પિયુ જોડે..!!
એ તો બસ પિયુ માં ભળી અસ્તિત્વ ઓગાળી લાગણીઓનું વાવેતર જ કરે જાય છે..!!
ક્યારેય સાંભળ્યું કે ધરતીએ માંગ્યો કોઈ અધિકાર મનુષ્ય જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર એના બાળક જોડે..!!
એતો બસ પેટમાં પાંગળ્યા ત્યારથી પ્રેમ થી સિંચ્યા જ કરતી જાય છે..!!
ક્યારેય સાંભળ્યું સૂરજે માંગ્યો કોઈ અધિકાર બ્રહ્માંડ જોડે ?
જેમ સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર આ દુનિયા જોડે..!!
એતો બસ નવસર્જન કરીને સંસાર ને આગળ જ ધપાવે જાય છે..!!
ગુજરાતી રસધારા સ્પર્ધા માં મારી આ રચનાને પ્રથમ સ્થાન મળ્યું.