#AJ
હાશકારો થયો કોઈક પોતીકા આવ્યાનો,
જાણે અમાસની રાતે અજવાળું થયાનો.
હતી ભીડ લાખોની તો પણ એકલો હતો,
શું કહું ભાવ મારા હ્રદયનો તમને મળ્યાનો!
કહો ! કાં ભુલા પડ્યા આજ આ શેરીએ,
કે અહેસાસ થયો કૈંક અહી રહી ગયાનો.
જણાવશો ખબર અંતર કેમના છે તમારે!
ને કહો, પળ યાદ છે સાથ જીવી ગયાનો.
હા કેમ નહિ ! યાદ જ છે મને આ વગડો,
ઉંમર નથી થઈ કે રોગ લાગે ભૂલી જવાનો.
રંજ છે મનમાં માત્ર એ પળ નહિ મળવાનો.
બાકી મનેય હરખ ઘણો છે ભેળા થયાનો!
ચાલ મળ્યા છે તો જીવી લઈએ ફરીવાર,
અવસર અનેરો ફરી ફરી ક્યાં મળવાનો !
લાગણીભર્યા હેતડા લડાવિશું એકમેકને,
અફસોસ તો ના રહે સમય વીતી ગયાનો.
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.