સમય ની ચાલ .....
લાવ ને સમય હુ તારી સાથે લડી જોવું.....
કોણ જીતે છે તુ કે હું?
તેમાં મારી હારી ને પણ જીત થશે......
ચાલ ને તારી રહેતે મારા તૂટેલા સંબંધ
ને ફરી જોડી ને આપણે એક થઈ જઈએ.....
ચાલ ને સમય આપ આપણે સાથે દોડી એ
કોણ આપણા બંને વચ્ચે જોજે કેવો મુકાબલો
થાય છે?
હું જાણુ છુ તુ બળવાન છે પણ
મને તારી સાથે હારવા
માં પણ મજા આવશે.....
હારેલા માણસ ને જ તુ વશ થાય છે.....
સમય લાવને અશક્ય લાગતાં કામને એકવાર
કરી તારી સાથે ફરી એક વાર પાણીપત યુદ્ધ
ખેલી જોવું......
ચાલ ને તારા સાથે ગયેલી વિતેલી વાત ભુલીને
બધાની સાથે માનવરંગ માં રંગાઈ જવું.....
ચાલ ને સમય વર્ષો જુના ઘુળ માં મળેલા સપનાં
ને પાછા રંગ આપી ને સજીવન કરી જોવું......
હું જુના અને નવા સંબંધ ની કળી જોડી જોવું
ને મારા દિલ માં થોડી ચેતના ભરી ને હું પાછી જોડી
જોઈ ને એક નવો સંબંધ રચુ.....
ફરી હુ દિલ માં 'હુ'નામનું બીજ વાવી ને એક
હું નામનું વૃક્ષ વાવી જોવું......
ચાલ ને સમય અશક્ય લાગતાં કામને એક વાર
હું ચુનોતી આપી જોવું........
હુ પ્રાસ ને જોડવા ની ખોટી મથામણ શુ કામ કરું
લાવ ને એક અહેસાસ થી આ જીવન તારું નામ આપી દઉં....
'શાયરી ની ચાવી '
કવિયત્રી શૈમી પ્રજાપતિ........