#AJdevanshi
દેવાંશી તમે મારી આ રચના જિંદગી વિષય પર આપના શબ્દોમાં સમજાવશો એવી મારી એક અરજ છે આપને...
જિંદગી...
ઘણી નાજુક છે આ જિંદગી,
પ્રેમની હુંફમાં રાખવી પડે
પંપાળીએ જેમ પંખીને હાથથી,
હદય હસ્તે એમ જ સહેલાવવી પડે.
વેદના -સંવેદના એકત્ર છે અહી,
હૃદયમાં બસ અનુભવવી પડે
કોમળ ગુલાબની કળી છે હજી,
જતનની હેલી વરસાવવી પડે .
મુરઝાઇ ના જાય કોક એક ચૂકથી
મમત્વ ભરી કાળજી લેવી પડે
સાચવીને રાખીએ, ઘણી અનમોલ છે
આતમ અજવાળવા કાજ જાળવવી પડે.
ઘણી નાજુક છે આ જિંદગી,
જીવી લઈએ મનભરી,મનમાં ભરી ને નહિ,
મનભરી મનોમન માણવી પડે
સમજણના વારિ છાંટી સજીવન રાખવી પડે.
મિલન લાડ. વલસાડ.