આજે સવાર કંઈક અલગ રીતે આવી.
આ ઝાકળ નો પળદો હટાવી હાઉ..! કરું ને આવી.
જો ને ઓલા ! આરામ કરતા વાદળ ને પરાણે લાવી.
જો ને કોમલ કળી ને પણ પલળાવી.
મસ્તીમાં કિરણ સંતા કૂકડી રમવા આવી.
આ "નર" તને જાગવા ને આળસ ક્યાંથી આવી ?
ઘડીક બહાર તો જો કુદરત તારે આંગણે ફરવા આવી.
નારાણજી જાડેજા