તને મળ્યો , અણધાર્યું પામ્યો ;
લાગણી વિશેષ લઈને આવ્યો,
માટીના બનેલા શરીરમાં જાણે હું તને જ મળ્યો,
એ જ મિલન ની ઘડીમાં બસ તનેજ જાણે માણતો ગયો.
પ્રેમ તું, મારું વિશ્વ પણ તું ;
આ જીવન બસ તનેજ માન્યો,
જીવનની દરેક ઘડીમાં હું તારા સાથ ને જ વર્યો,
એ સાથ ના મિલનમાં બસ તારા સ્નેહને જ વર્યો.
અંત તું, મારી અનંત રાહ તું ;
આ રાહમાં બસ તારો સાથ ગમ્યો,
આ સાથમાં જ તારામાં બસ આમજ સમાતો ગયો,
એ મિલનની રાતની ઘડી ની રાહ આમ જોતો રહ્યો.
તારા હોઠ, કરે મનને તરબોળ ;
આ હોઠમાં હોઠ ભેળવવા ગમ્યા મને,
આ પ્રેમાગ્નિમાં હું આમજ લિપ્ત થઈ તણાતો ગયો,
એ મિલનના સહવાસ ને હું આમ યાદ કરતો રહ્યો.
સદા ખુશ રહો...સદા જીવંત રહો..
જય શ્રી કૃષ્ણ...