#ધરતી
આભમાંથી જાણે આભના અમી વરસે છે,
ત્યારે ધરતીમાંથી આવતી સોડમ જાણે અમીના મિલનની વાત થી ધબકે છે..!!
આપણા મિલનની જાણે એ પળ શાક્ષી પૂરે છે,
વરસાદ માં ભીંજાતા ધરતી ની મહેકમાં આપણા સહવાસ ને યાદ કરે છે..!!
એ પળ ફરી આવે એ વાત માટે મન તડપે છે,
કારણ કે એ અપેક્ષાની આગ એકબીજાના પ્રેમના વરસાદ માટે તરસે છે..!!
હવે તો તરસ જ જીવનની હકીકત છે,
લાગેછે કે હવે આભનું ધરતી સાથે મિલન અશક્ય છે..!!