ભીંજાતું યૌવન...
આગોશમાં ભરી તને, ચુંબન કરવું છે.
તન થી તન મળાવી, એકરસ થવું છે.
રાત અંધારી ને ઝરમર વરસાદ છે.
પ્રેમની વાછટમાં, ભીંજાતા યૌવન છે.
અજીબ કસ્મકશ દિલમાં ને કંપતા હોઠ છે.
ચૂમી લઇ એના હોઠ, કંપન આ ઠારવું છે.
વીજળીની ચમક, ગડગડાહટ વાદળની છે.
દિલથી દિલ મેળવી, તડપ ઓર વધારવી છે.
ના બોલીશ કઈ હવે, આંખો ને બંધ કરી લે,
ઓતપ્રોત બની એકબીજામાં, મેહસૂસ દિલમાં કરવું છે.
તું એક મારી, હું એક તારો, ના બીજું કોઈ સ્વીકાર છે.
ધડકન બની મારે, તારા દિલમાં કૈદ રેહવું છે.
આગોશમાં ભરી તને, ચુંબન કરવું છે.
તન થી તન મળાવી, એકરસ થવું છે.
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*