છે અંદર ઊંડો સમંદર,
છતાંય બહાર કિનારે ખુદને ગોતે છે,
છે બેશકિંમતી મોતી ખુદની અંદર,
ને બહાર કિનારે છીપલા ખોરે છે,
છે રંગીન આકાશ ઉડવાને એને,
ને જમીન પર મૃગજળ પકળવા ને દોડે છે,
છે મજા એ ઋતુ માં ભીંજાવાની,
ને એ ઋતુ માં કોરે કોરો બેસે છે,
એવીજ છે માનવી ની ફિતરત,
છે બધુંય પાસે છતાંય જે નથી એની પાછળ દોડે છે..