@ અવિસ્મરણીય અવસર...
આજનો દિવસ મારો જન્મદિવસ છે માટે અવિસ્મરણીય છે એવું નથી પણ મારા જન્મદિવસની ઉજવણી મારી શાળાના ભોળા બાળકોએ જે રીતે છેક છેલ્લે સુધી વાત ગુપ્ત રાખી અને કરી એ રીતે આજનો દિવસ મારા માટે યાદગાર બનાવી દીધો. બાળકોએ પોતે બચાવેલા એક બે રૂપિયા એકઠા કરી સમૂહ ભાવના થી જન્મદિવસની કેક અને બીજી નાની મોટી ભેટો લાવ્યા.
ઉજવણી વખતે બાળકોના ચહેરા પર જે નિર્દોષ ખુશી છલકતી હતી એની સામે સ્વયં પરમેશ્વરની મુરત પણ ઝાંખી પડે...
આજના પ્રસંગે એ પણ શીખવી દીધું કે ... બાળકો પોતાના શિક્ષક પ્રત્યે જે પ્રેમ દાખવે છે એ પ્રેમ જો પ્રવાહીરૂપ ધારણ કરે તો કદાચ મહાસાગરોથીય વિશાળ હોય...
આ પ્રસંગે સર્વ સ્નેહીજનો અને ખાસ મારી શાળાના બાળકોનો હું હૃદયથી આભારી છું... કે જેમને મારા જન્મદિવસના નાનકડા અને સામાન્ય પ્રસંગ ને એક યાદગાર અવસર બનાવી દીધો...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (૪/૧૨/૮૪)