આ છે આજનું નવું જનરેશન..!
એક કદમ આગે..
દુનીયાકી ઐસી કી તૈસી..
હમસે હૈ યે જમાના...?
?..અરે ઓ પપ્પા તમને આમાં કંઇ સમજ ના પડે તમે વચ્ચે બોલો નહી આ અમારો જમાનો છે તમને કંઇ ખબર ના પડે તમારો જમાનો આમ ન્હોતો!
પેલી ખાદીની સફેદ ગાંધી ટોપી..નીચે સફેદ સુતરાઉધોતી...
ને લાંબુ લચક સફેદ પહેરણ...
પણ અમારો આવો જમાનો છે બિલકુલ આધુનિક...મોર્ડન.
તમારા સમયે બળદગાડા હતા ને આજે ટ્રેક્ટરો ચાલે છે.. તમારા સમયે ફન્ટી હતી ને આજે બી એમ ડબલ્યુ...ચાર બંગડી દોડેછે સડસડાટ....
હા બેટા હા, પણ અમારા સમયે આટલા બધા રોડ ઉપર મરતા ના હતા...અમારા સમયે આટલા બધા બિમારીથી પણ મરતા ના હતા..અમારા સમયે આટલા બધા શું કહેછે પેલું! અરે હા યાદ આવ્યુ બળાત્કાર એ પણ થતા ના હતા!
બોલો હવે અમારો જમાનો સારો હતો કે આ ચાલી રહેલો તમારો ફેશનેબલ જમાનો...?